Rich Tennis Players: Career Super Slam જીતનાર શાનદાર ખેલાડી ‘આન્દ્રે અગાસી’, જાણો કેટલી જીતી છે પ્રાઇઝ મની?

ટેનિસ ઇતિહાસના સર્વકાલીન મહાન ખેલાડીઓની વાત કરવામાં આવે તો આન્દ્રે અગાસીનું નામ ના હોય એ શક્ય જ નથી. 90ના દાયકાના સર્વશ્રેષ્ઠ ટેનિસ ખેલાડીઓમાં સામેલ આન્દ્રે અગાસી ચારેય મેજર ગ્રાન્ડસ્લેમ જીતનાર મહાન ખેલાડી છે. 90ના દશકમાં પીટ સામ્પ્રાસ અને બાદમાં રોજર ફેડરર સાથેની ટેનિસ કોર્ટમાં rivalry તથા તેમના સમયમાં પોતાની અલગ ઓળખ ઊભી કરવામાં સફળ રહેલ અગાસી અનેક ટેનિસ ખેલાડીઓના રોલ મોડલ છે.

| Edited By: | Updated on: Aug 03, 2023 | 6:43 PM
4 / 10
અગાસી 1994 યુ.એસ. ઓપનમાં બિનક્રમાંકિત તરીકે પ્રવેશ કર્યો હતો અને ચેમ્પિયન બન્યો હતો. જ્યારે 1995માં મુંડન કરેલ માથું સાથે રમતા અગાસીએ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં સામ્પ્રાસને હરાવીને તેનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો.

5 / 10
વર્ષ 1996માં એટલાન્ટા, જ્યોર્જિયામાં ઓલિમ્પિક ગેમ્સમાં પુરૂષ સિંગલ્સ ઈવેન્ટમાં આન્દ્રે અગાસીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

6 / 10
1999માં ફ્રેન્ચ ઓપન જીતી અગાસી ચારેય ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટ્સ જીતનાર ઈતિહાસનો પાંચમો પુરૂષ ખેલાડી બન્યો હતો. સાથે જ ત્રણ અલગ-અલગ સપાટી પર આવું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો હતો. સપ્ટેમ્બરમાં યુ.એસ. ઓપનના ખિતાબ જીત્યા બાદ વર્ષ 1999ના અંતે તે નંબર વન રેન્કિંગમાં પાછો ફર્યો હતો.

7 / 10
અગાસીએ 2000માં બીજી અને 2001માં ત્રીજી ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી જીતી હતી. તે જ વર્ષે તેણે સાથી ટેનિસ સ્ટાર સ્ટેફી ગ્રાફ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા 1997માં અગાસીએ અભિનેત્રી બ્રુક શિલ્ડ્સ સાથે લગ્નને કર્યા હતા અને બે વર્ષ બાદ બંને છૂટા પડી ગયા હતા.

8 / 10
અગાસીએ 2003માં તેની ચોથી ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ કબજે કરી હતી. જે તેની કારકિર્દીનું અંતિમ ગ્રાન્ડ સ્લેમ સાબિત થયું હતું. તેણે 2005ની યુએસ ઓપન ફાઇનલમાં રોજર ફેડરર સામે ચાર સેટની મેરેથોન ગેમ બાદ હાર 2006ની શરૂઆતમાં ટોચના 10માં સ્થાન જાળવી રાખ્યું હતું.

9 / 10
વધતી જતી ઇજાઓ અને વધતી ઉંમરને કારણે 2006ના યુએસ ઓપન પછી આન્દ્રે અગાસીએ નિવૃત્તિ લીધી હતી. જો કે, તે ટેનિસ સાથે જોડાયેલો રહ્યો હતો અને 2017 થી 2018 સુધી તેણે સર્બિયાના નોવાક જોકોવિચને કોચિંગ પણ આપી હતી. 9 જુલાઈ, 2011ના રોજ, અગાસીને એક સમારોહમાં ઈન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

10 / 10
અગાસીએ તેની કારકિર્દી દરમિયાન $30 મિલિયનથી (260 કરોડ) વધુ પ્રાઈઝ-મની કમાણી કરી હતી અને તે સૌથી વધુ પ્રાઇઝ મની જીતવા મામલે 11માં કર્મે છે. તેણે તેની કારકિર્દી દરમિયાન એન્ડોર્સમેન્ટથી વાર્ષિક $25 મિલિયનથી વધુની કમાણી કરી હતી, જે તે સમયે કોઈ પણ સ્પોર્ટ્સ ખેલાડી દ્વારા સૌથી વધુ કમાણી મામલે ચોથા ક્રમે હતી. (all photo courtesy: google)