Amitabh Bachchanએ મેસ્સી અને રોનાલ્ડો સાથે કરી મુલાકાત, સાઉદી અરેબિયામાં ફ્રેન્ડલી મેચમાં બન્યા ખાસ મહેમાન

|

Jan 19, 2023 | 11:08 PM

Messi vs Ronaldo Friendly match : આજે સાઉદી અરેબિયાના રિયાદમાં ફૂટબોલના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે જંગ જામ્યો છે. રોનાલ્ડો અને મેસ્સી વચ્ચેની આ ધમાકેદાર મેચ માટે આખી દુનિયામાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. આ મેચમાં અમિતાભ બચ્ચન ખાસ મહેમાન બનીને પહોંચ્યા હતા.

1 / 5
સાઉદી અરબના રિયાદમાં કિંગ ફહદ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે પેરિસ સેન્ટ જર્મેન અને સાઉદી અરબની બે ક્લબ અલ નાસર અને અલ હિલાલના ખેલાડીઓને મળીને બનાવેલી ટીમ રિયાદ  ST-11 વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ રહી છે. આ મેચમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા.

2 / 5
ભારતીય કલાકારને દિગ્ગજ ફૂટબોલર્સની આ મેચમાં મુખ્ય મહેમાન તરીકે જોઈને ભારતીયોમાં ખુશીને લહેર જોવા મળી હતી. આ સાથે જ અમિતાભ બચ્ચન ટ્વિટર પર ટ્રેન્ડ થયા હતા.

3 / 5
અમિતાભ બચ્ચને આજે પેરિસની ફૂટબોલ કલબ પેરિસ સેન્ટ જર્મેન તરફ રમી રહેલા મેસ્સી સાથે હાથ મીલાવી વાતચીત કરી હતી.

4 / 5
અમિતાભ બચ્ચને પોતાના ફેવરિટ ફૂટબોલર રોનાલ્ડો સાથે પણ વાતચીત કરી હતી. હાલમાં રોનાલ્ડો સાઉદી અરબની ફૂટબોલ કલબ અલ નાસર માટે રમી રહ્યો છે.

5 / 5
જણાવી દઈએ કે સદીના મહાનાયક અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન ફૂટબોલના ચાહક છે. અનેક ઈવેન્ટમાં તેમણે પોતાનો ફૂટબોલ પ્રેમ પ્રગટ કર્યો હતો.

Published On - 11:07 pm, Thu, 19 January 23

Next Photo Gallery