
5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપની શરુઆત થવા જઈ રહી છે. આવતીકાલે પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે. તે પહેલા આજે 4 ઓક્ટોબરના રોજ 10 ટીમોના કેપ્ટન અમદાવાદ પહોંચ્યા હતા.

સૌ પ્રથમ અમદાવાદમાં 10 ટીમોના કેપ્ટનની પ્રેસ કોન્ફેરેન્સ યોજાઈ હતી. 10 કેપ્ટન્સે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 10 કેપ્ટન્સે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યુ હતુ. તમામ કેપ્ટન રનસંગ્રામ પહેલા મસ્તી-મજાકના મૂડમાં જોવા મળ્યા હતા.

તમે હોટસ્ટાર પર વર્લ્ડ કપ 2023ની તમામ મેચો ફ્રીમાં જોઈ શકશો. જો તમે લેપટોપ અથવા સ્માર્ટ ટીવી પર હોટસ્ટાર દ્વારા મેચ જોવા માંગો છો, તો તમારે તેના માટે કેટલાક પૈસા ચૂકવવા પડી શકે છે. OTT સિવાય, જો તમે ટીવી પર આ મેચોનો આનંદ માણવા માંગતા હો, તો તમારે સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ નંબર 1 પર જવું પડશે. જ્યાં તમે કોમેન્ટ્રી સાથે મેચની મજા માણી શકશો.

ICCએ દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને ગ્લોબલ એમ્બેસેડર બનાવ્યો છે. 5 ઓક્ટોબરે સચિન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ટ્રોફી સાથે એન્ટ્રી કરતો જોવા મળશે.
Published On - 7:07 pm, Wed, 4 October 23