CWG 2022: આ 5 ભારતીય એથ્લેટ કપલની અજબ પ્રેમની ગજબ કહાની, ચેમ્પિયન પણ બન્યા તો સાથે-સાથે

|

Jul 21, 2022 | 6:15 PM

રમતની દુનિયામાં એવા ઘણા ભારતીય કપલ છે, જેમણે દેશ માટે ઘણા મેડલ જીત્યા છે. જો કોમનવેલ્થ ગેમ્સની (Commonwealth Games) વાત કરીએ તો એવા ઘણા કપલ છે, જેમણે દેશનું નામ રોશન કર્યું છે. આજે એવા જ કેટલાક કપલ્સ વિશે માહિતી આપીશું જે CWGમાં જલવો રહ્યો છે.

1 / 5
બેડમિન્ટનની દુનિયામાં સાઈના નેહવાલ અને પરુપલ્લી કશ્યપને પાવર કપલ માનવામાં આવે છે. સાઈનાએ કોમનવેલ્થ ગેમ્સમાં છ મેડલ જીત્યા છે. તેણે 2010, 2018માં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બે મેડલ જીત્યા છે. બીજી તરફ પરુપલ્લી કશ્યએ પુરુષ સિંગલ્સ વર્ગમાં વર્ષ 2014માં ગોલ્ડ અને 2010માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

2 / 5
ભારતની સ્ટાર પિસ્તોલ શૂટર હીના સિદ્ધુએ કોમનવેલ્થ ગેમ્સમાં ચાર મેડલ જીત્યા છે. વર્ષ 2010માં તેણે 10 મીટર એર પિસ્તોલ પેયર્સમાં ગોલ્ડ અને સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2018 માં તેણે 25 મીટર પિસ્તોલમાં ગોલ્ડ જીત્યો હતો. તેના પતિ અને હવે નેશનલ કોચ બનેલા રોનક પંડિતે 2006ની ગેમ્સમાં પુરુષોની 25 મીટર પિસ્તોલ (પેટર્સ)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

3 / 5
ફિલ્મ દંગલથી ચર્ચામાં આવેલી ગીતા ફોગટે વર્ષ 2016માં સાથી રેસલર પવન કુમાર સાથે લગ્ન પણ કર્યા છે. આ જોડી કોમનવેલ્થ ગેમ્સમાં પણ મેડલ જીતવામાં સફળ રહી છે. ગીતાએ વર્ષ 2010માં દિલ્હીમાં યોજાયેલી આ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પવન કુમારે 2014માં ગ્લાસગો ગેમ્સની 86 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

4 / 5
ભારતની ઓલિમ્પિક મેડલિસ્ટ રેસલર સાક્ષી મલિકે વર્ષ 2016માં સત્યવાન કાદિયન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ રેસલિંગમાં ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ અપાવ્યા છે. સાક્ષીએ વર્ષ 2014માં ગ્લાસગોમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે છેલ્લી વખત તે બ્રોન્ઝ જીતવામાં સફળ રહી હતી. અર્જુન એવોર્ડી સત્યવાને વર્ષ 2017 માં 97 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

5 / 5
ભારતીય હોકી સ્ટાર ગુરવિંદર સિંહે એથ્લેટ મનજીત કૌર સાથે લગ્ન કર્યા છે. બંને ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે ઘણી સફળતા હાંસલ કરી છે. મનજીતે કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીત્યા છે. 4x400 મીટર રિલેમાં તેણે વર્ષ 2006માં સિલ્વર અને 2010માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુરવિંદર સિંહ વર્ષ 2010 અને 2014માં સિલ્વર જીતનાર ભારતીય પુરૂષ હોકી ટીમનો ભાગ હતો.

Published On - 9:01 pm, Wed, 20 July 22

Next Photo Gallery