
એશિયન ગેમ્સ 2023માં ટેનિસમાં મિક્સ ડબલ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડીએ શનિવારે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બોપન્ના અને ભોસલેની જોડીએ ચાઈનીઝ તાઈપેઈની જોડીને ફાઇનલમાં 2-6, 6-3, (10-4)થી હરાવી હતી.

પહેલા સેટ 6-2થી હાર્યા બાદ ભારતીય જોડીએ જોરદાર કમબેક કરી ગોલ્ડ જીત્યો હતો.

ભારતીય જોડીએ બીજો સેટ 6-3થી જીત્યો અને ફાઇનલ સેટ 10-4થી જીતી ગોલ્ડ પર કબજો કર્યો હતો.
Published On - 11:32 pm, Sat, 30 September 23