Gujarati NewsPhoto gallerySpinach Benefits and Side Effects Consumption of spinach will remove dark circles under the eyes, know the advantages and disadvantages of eating spinach
Spinach Benefits and Side Effects: પાલકના સેવનથી આંખોની નીચેના ડાર્ક સર્કલ થશે દૂર, જાણો પાલક ખાવાના ફાયદા અને નુકસાન
પાલકનું સેવન આપણે ઘણા સ્વરૂપોમાં કરવાનું પસંદ કરીએ છીએ. બટેટા-પાલકનું શાક, પાલક-પનીર, પાલકનો સૂપ વગેરે. પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે જે શરીરમાં એનિમિયાને દૂર કરે છે. પાલક પોષક તત્વોનો ભંડાર છે, તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને પોટેશિયમ હોય છે. આ સિવાય તેમાં ફાઈબર, પ્યુરિન અને ઓક્સાલિક એસિડ પણ હોય છે.