Photos: શ્રાવણ માસમાં આ પ્રખ્યાત શિવ મંદિરોમાં દર્શનનું ખાસ મહત્વ, દરેક મનોકામના પૂર્ણ થવાની માન્યતા

|

Jul 18, 2022 | 9:37 AM

ઉત્તર ભારતમાં આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, જે ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. આ ખાસ દિવસે શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. જો કે શ્રાવણ માસ સિવાય પણ તમે દિલ્હીના આ પ્રખ્યાત શિવ મંદિરોની મુલાકાતે પણ જઈ શકો છો. જાણો તેના વિશે..

1 / 5
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની ઉજવણી થઇ રહી છે. થોડા દિવસમાં ગુજરાતમાં પણ શ્રાવણ મહિનાની શરુઆત થશે. દેવોના દેવ મહાદેવની પૂજા કરવા માટે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે  18ના જુલાઈના રોજ આ વર્ષના શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. દિલ્હીની આસપાસ રહેતા લોકો આ મંદિરોની મુલાકાત લઈ શકો છો.

2 / 5
મંગલ મહાદેવ બિરલા કાનનઃ દિલ્હીમાં આવેલુ બિરલા કાનન મંદિર લગભગ 100 ફૂટ ઊંચી શિવની મૂર્તિ માટે પ્રખ્યાત છે. અહીં માત્ર શિવ જ નહીં પરંતુ કાર્તિકેય, માતા પાર્વતી અને અન્ય દેવતાઓની પણ મૂર્તિઓ છે. તમે અહીં શિવના દર્શન કરવા પણ જઈ શકો છો.

3 / 5
ગૌરી શંકર મંદિર, ચાંદની ચોકઃ એવું માનવામાં આવે છે કે ભોળેનાથના આ મંદિરમાં લગભગ 800 વર્ષ જૂનું શિવલિંગ છે અને અહીં માત્ર શ્રાવણ માસમાં જ નહીં પણ દરરોજ ભક્તોનો ધસારો રહે છે. શ્રાવણ મહિનાના પ્રથમ વ્રત કે પહેલા સોમવારે અહીં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

4 / 5
નીલી છત્રી મંદિરઃ એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના પાંડવ પુત્ર યુધિષ્ઠિર દ્વારા કરવામાં આવી હતી અને તે ભગવાન શિવને સમર્પિત છે. પૂર્વ દિલ્હીના આ મંદિરમાં શિવને જળ અભિષેક કરવા માટે હજારો ભક્તો આવે છે.

5 / 5
શ્રી શિવ દુર્ગા મંદિરઃ પશ્ચિમ દિલ્હીમાં હાજર આ મંદિરની સ્થાપના વર્ષ 1983માં કરવામાં આવી હતી. દર વર્ષે મહાશિવરાત્રિ પર આ મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવે છે અને શ્રાવણ માસમાં અહીં જોવા મળતી સુંદરતા પણ મનને મોહી લે છે.

Next Photo Gallery