
આ દરમિયાન અડધા કલાક સુધી તમામ ભક્તોએ ધ્યાન લગાવ્યું હતું. ત્યારબાદ પૂજા અને સેવાના ભાગ રુપે સથામુરાઈનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોએ તીર્થ અને પ્રસાદ ગોષ્ઠીમાં ભાગ લીધો હતો.

સમતા કુંભ-2023 બ્રહ્મોત્સવમ હેઠળ સકલ લોકના રક્ષક, સર્વરુપ ધારક, સર્વનામ સંકીર્તિ માટે 108 રુપોમાં ઐતિહાસિક, અભૂતપૂર્વ અને અદ્દભુત શાંતિ કલ્યાણ મહોત્સવ સાંજે 5 વાગ્યે મુખ્ય મંચ પર આયોજિત કરવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે બ્રહ્મોત્સવમ અને અન્ય તહેવારો દરમિયાન ભગવાન રામ કે કૃષ્ણ માટે કલ્યાણમ કરવામાં આવે છે. કલ્યાણમનો અર્થ છે શુભતા લાવવું.

અહીં એક મંચ પર શ્રીરંગમથી વૈકુંઠમ સુધી 108 પેરુમલો માટે શાંતિ કલ્યાણમ એક સાથે આયોજિત કરવામાં આવે છે.

શ્રી રામાનુજાચાર્યના 108 દિવ્યદેશ બ્રહ્મોત્વમના એક વર્ષ પૂરા થવાના અવસર પર આ 2 ફેબ્રુઆરથી મુચિંતલના જીયર આશ્રમમાં સમતા કુંભ 2023નું આયોજન શરુ થયું છે.

આ દરમિયાન ચિન્ના જીયર સ્વામીએ જાતે ભક્તોને તીર્થના આશીર્વાદ આપ્યા હતા.