
ગેરંટીડ રીટર્ન ડીઝીટલ ગોલ્ડ બોન્ડની સૌથી અગત્યની બાબત એ છે કે સોનાના ભાવમાં થતો વધારાનો લાભ રોકાણકારને મળે છે. આ ઉપરાંત, તેઓ રોકાણની રકમ પર 2.5% ની ખાતરીપૂર્વકનું નિશ્ચિત વ્યાજ પણ મેળવે છે.

ટેક્સમાંથી બાદ મળે છે ડીઝીટલ ગોલ્ડ બોન્ડ પર લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સ ત્રણ વર્ષ પછી લાગૂ કરવામાં આવે છે, જો પાકતી મુદત સુધી રોકાણ રાખવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે નહીં.

લોનની સુવિધા ડીઝીટલ ગોલ્ડ બોન્ડનો ઉપયોગ લોન માટે પણ થઈ શકે છે. આ બોન્ડ્સની મુદત 8 વર્ષ છે અને 5 વર્ષ પછી આકસ્મિક ઉપાડ – લોન પણ થઇ શકે છે.

GST અને મેકિંગ ચાર્જીસમાંથી મુક્તિ ડીઝીટલ ગોલ્ડ બોન્ડમાં ફીઝીકલ ગોલ્ડમાં લાગતા GST અને મેકિંગ ચાર્જીસ લાગુ પડતા નથી.

સોનું સાચવવાની ઝંઝટ નહી ડીઝીટલ ગોલ્ડ બોન્ડ સોનું બોન્ડ સ્વરૂપે મળે છે, જેથી ફીઝીકલ ગોલ્ડની જેમ સોનું સાચવવાની ઝંઝટ, ચિંતા અને જોખમમાંથી મુક્તિ મળે છે.
Published On - 8:22 am, Wed, 8 March 23