
સાઉથના પ્રખ્યાત અભિનેતા નાગા ચૈતન્ય પણ તેની હિટ ફિલ્મો માટે જાણીતા છે અને સોશિયલ મીડિયા પર પણ તેની લાંબી ફેન ફોલોઈંગ છે. નાગા ચૈતન્ય સુપરસ્ટાર નાગાર્જુનનો પુત્ર છે. તેના બોલિવૂડ ડેબ્યૂની વાત કરીએ તો તે જલ્દી જ આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ પણ આ વર્ષે રિલીઝ થવાની તૈયારીમાં છે.

અભિનેતા વિજય સેતુપતિ પણ સાઉથ સિનેમાનું જાણીતું નામ છે. ફેન્સમાં તેના માટે જબરદસ્ત ક્રેઝ છે. સાઉથ સિનેમામાં પોતાનો ક્રેઝ ફેલાવ્યા બાદ વિજય સેતુપતિ હિન્દી ફિલ્મમાં પણ દેખાવાનો છે. તે તમિલ ફિલ્મ 'મનાગરમ'ની હિન્દી રિમેક મુંબઈકરમાં જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટર વિક્રાંત મેસી લીડ રોલમાં જોવા મળશે.
Published On - 1:54 pm, Mon, 4 April 22