
દાદાએ બતાવ્યુ કે, હોટલના એ રુમમાં તે એકલા લાઈટો બંધ કરીને સુઈ રહ્યા હતા ત્યાંરે બાથરુમના નળ શરુ હોવાનો અવાજ સંભાળાયો હતો. સામાન્ય રુપે જ નળ ખુલ્લો હોવાનુ માનીને તે ઉઠીને નળને બંધ કરી દીધો હતો.

જોકે નળ બંધ કરવા છતાં પણ ફરીથી બાથરુમમાં નળથી પાણી પડવાનો અવાજ આવતો રહ્યો હતો. આવુ ત્રણ ચાર વાર થવાથી તેઓની ગભરામણ વધી ગઈ હતી અને આમ કરતા સવાર પડી ગઈ હતી. ગાંગુલીએ રિસેપ્શન પર પણ કોલ કર્યો હતો અને નળને લઈ કહ્યુ હતુ, જેમાં તેમને વળતો જવાબ મળ્યો હતો કે, પાણીના વધારે પ્રેશરને કારણે આમ થયુ હશે.

સવારે નાસ્તો કરી રહ્યો હતો ત્યારે ડ્યુટી મેનેજરે કહ્યુ હતુ કે, સર શું હું આપનો રુમ બદલી શકુ છું? તો મેં કહ્યુ કેમ આ સરસ વિશાળ છે. મને અન્ય રુમની જરુર નથી. ત્યારે તેણે જણાવ્યુ કે, આ રુમ અમે કોઈને આપતા નથી. વાસ્તવમાં હોટલ હાઉસફુલ હોવાને લઈ અન્ય શ્યૂટ રુમ આવો વિશાળ ખાલી નહીં હોવાને લઈ આપને આપ્યો હતો. જેમાં એક ટીમ બેઠક થઈ શકે એમ હતો. જે એક કેપ્ટનના રુપમાં આપને જરુર હોઈ શકે છે.

આગળ ગાંગુલીએ બતાવ્યુ કે, તેમને કહેવામાં આવ્યુ હતુ કે, આ જગ્યાના માલીકનુ અહીં 14 વર્ષ અગાઉ મોત થયુ હતુ. આ સાંભળી મે તેની સામે જોયુ અને થયુ કે, કેટલો મૂર્ખ વ્યક્તિ છે. અહીં પ્રેતાત્મા હોવાનુ જાણવા છતાં કોઈને રહેવા માટે આપ્યો હતો.
Published On - 4:42 pm, Fri, 8 December 23