
તમે આ કારને 17,100 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને બુક કરાવી શકો છો. આ વર્ષથી કેલિફોર્નિયામાં તેનું વેચાણ શરૂ થઈ શકે છે. તેની ડિલિવરી 2026ના મધ્યમાં શરૂ થઈ શકે છે.

તમને AFEELA 1માં 40 થી વધુ સેન્સર જોવા મળશે. તેમાં એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટ સિસ્ટમ (ADAS) આપવામાં આવી છે. Qualcomm Technologies ના Snapdragon ડિજિટલ ચેસિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે કાર વધુ સ્માર્ટ લાગે છે.

Sony Honda મોબિલિટી દાવો કરી રહી છે કે Afeela 1 EV એક વાર ફુલ ચાર્જ થવા પર 482 કિમી સુધીની રેન્જ આપી શકે છે. આ કારણે, તે વૈશ્વિક બજારમાં ટેસ્લા અને રિવિયનને જોરદાર ટક્કર આપશે.
Published On - 4:31 pm, Thu, 9 January 25