
આ નવા વર્ષ પર સોનમ કપૂર તેના પતિ સાથે રોમેન્ટિક રીતે સેલિબ્રેશન કરતી જોવા મળી હતી.

સોનમ કપૂર અને તેનો પતિ બંને બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. બંને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં એકબીજાને કિસ કરતા જોવા મળે છે.

તસવીરો શેર કરતા સોનમે કેપ્શનમાં લખ્યું કે હેપ્પી ન્યૂ યર, મારા જીંદગી... હું મારા જીવનનું દરેક વર્ષ તમારી સાથે ઉજવવા માગુ છુ.

સોનમ ઈન્ડસ્ટ્રીમાં ફેશન આઈકોન તરીકે જાણીતી છે. તે વિવિધ પ્રકારના ફેશન ટ્રેન્ડને ફોલો કરતી રહે છે.

સોનમ કપૂર બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અનિલ કપૂરની પુત્રી છે. સોનમ ફિલ્મો કરતા પણ તેની ફેશનને કારણે ખુબ ચર્ચામાં રહે છે.