1 / 6
સોનમ કપૂરે માર્ચમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ઘણી અભિનેત્રીઓ પ્રેગ્નન્સી દરમિયાન સોશિયલ મીડિયાથી બ્રેક લે છે, પરંતુ સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે, જ્યાં તે પોતાની પ્રેગ્નન્સી વિશે ખુલીને વાત કરી રહી છે અને સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને ફોટો પણ શેર કરી રહી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર બોલ્ડ મેટરનિટી ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.