
23 મેના રોજ રાજાની હત્યા કરવામાં આવી હતી. તે જ સાંજે સોનમ શિલોંગથી ગુહાહાટી પહોંચી હતી. ત્યાંથી તે ટ્રેન પકડીને વારાણસી થઈને ગાઝીપુર ગઈ હતી. આ દરમિયાન તેણે પોતાનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો જેથી પોલીસ તેને શોધી ન શકે.

તપાસ દરમિયાન સોનમના CCTV ફૂટેજ બહાર આવ્યા, જેમાં તે આરોપી સાથે વાત કરતી જોવા મળી હતી. ત્યારબાદ સીડીઆર અને કોલ ટ્રેસિંગથી રાજ કુશવાહનું ઈન્દોરમાં લોકેશન મળ્યું અને પોલીસે તેની ધરપકડ કરી લીધી. સોનમને આ સમાચાર મળતા જ તે સમજી ગઈ કે રમત ખતમ થઈ ગઈ છે. આ પછી, તે યુપીના એક ઢાબા પર પહોંચી અને આત્મસમર્પણ કર્યું.

સોનમ અને રાજા રઘુવંશીએ 11 મેના રોજ લગ્ન કર્યા. બંને મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. આ પછી સોનમ અને રાજા તેમના હનીમૂન માટે મેઘાલયના શિલોંગ ગયા હતા. અહીં રાજાની હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો.

પોલીસે 17 દિવસ પછી આ હત્યાનો કેસ ઉકેલી નાખ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રાજ કુશવાહાએ રાજાની હત્યા કરવામાં સોનમને ઘણી મદદ કરી હતી. તેણે જ કોન્ટ્રાક્ટ કિલર્સને ભાડે રાખ્યા હતા.
Published On - 1:10 pm, Tue, 10 June 25