
સોનાક્ષી સિન્હાએ વધુમાં કહ્યું કે, અમે અમારું જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તમને લાગે છે કે અમે માતા-પિતા બનવાના છીએ. જ્યારે લોકો મને મારી પ્રેગ્નન્સી પર અભિનંદન આપવા લાગે છે ત્યારે હું હસવા લાગું છું.

તેણે ઈન્ટરવ્યૂમાં કહ્યું પહેલા તમારે સત્ય જાણવું જોઈએ. એક મેં મારા કૂતરા સાથેનો ફોટો શેર કર્યો. તેના કારણે લોકો મને ગર્ભવતી કહેવા લાગ્યા. મારો આ ફોટો ગર્ભાવસ્થા સાથે કેવી રીતે સંબંધિત છે તે મને સમજાયું નહીં. લોકો વિચિત્ર છે. કંઈપણ લખવાનું શરૂ કરી દે છે.