
મળતી માહિતી અનુસાર રામલલ્લાની નવી અને જૂની બંને મૂર્તિની રામ મંદિરમાં પ્રાણી પ્રતિષ્ઠા કરવામાં આવી શકે છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના ગર્ભગૃહમાં વિધિ વિધાન અને પૂજા પાઠ સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

ત્યારબાદથી રામ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. દુનિયાભરમાં રહેતા રામ ભક્તોમાં આ વાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

24 એપ્રિલના રોજ દુનિયાના સાત ખંડોમાંથી 155 દેશની નદીઓમાંથી આવેલુ પાણી અયોધ્યા પહોંચ્યું હતું. આ પાણીથી અયોધ્યાના રામલલ્લાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ દેશના રાજદૂતો અને એનઆરઆઈ લોકો હાજર રહ્યા હતા.