
હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ, કુલ્લુ, કાંગડા, કિન્નૌર, ચંબા અને સિરમૌરના ઘણા ભાગોમાં પણ આ વખત ઠંડીની સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા જોવા મળી રહી છે, જેનો પ્રવાસીઓ ભરપૂર આનંદ માણી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કરીને ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપી હતી.

ઉત્તરાખંડમાં ઠંડીની શરૂઆત થઈ છે. હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામમાં બે ઈંચ જેટલા બરફના થર જોવા મળ્યા હતા. બદ્રી વિશાલના દર્શન માટે આવતા ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નથી. પહાડો બરફની સફેદ ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. બદ્રીનાથ ધામનો સુંદર નજારો જોવા મળ્યો હતો.