
મળતી માહિતી મુજબ ગુલમર્ગ અને પહેલગામ ટૂરિસ્ટ રિસોર્ટ સહિત તમામ મોટા શહેરોમાં બરફ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હિમવર્ષાના કારણે કાશ્મીરમાં રાત્રે તાપમાનનો પારો ગગડ્યો હતો.

ગુલમર્ગમાં સોમવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 5.0 ડિગ્રી સેલ્સિયસ હતું. તેના એક દિવસ પહેલા અહીંનું તાપમાન માઈનસ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 1.2 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે રવિવારે રાત્રે અહીંનું તાપમાન માઈનસ 3.0 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.

કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી સેલ્સિયસ હતું. દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ અને ઉત્તર કાશ્મીરના કુપવાડામાં 0.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે 8 જાન્યુઆરી સુધી ખીણમાં મધ્યમથી ભારે હિમવર્ષા અથવા વરસાદની આગાહી કરી છે. કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી 40 દિવસની 'ચિલ્લઇ કલા' કાર્યક્રમ શરૂ થયો છે. 'ચિલ્લાઇ કલા' દરમિયાન પ્રદેશમાં તીવ્ર ઠંડી પડે છે અને તાપમાનમાં ઘટાડો પણ નોંધાય છે.

તાપમાનમાં ઘટાડો થવાને કારણે પ્રખ્યાત દાલ સરોવર તેમજ ખીણના ઘણા ભાગોમાં પાણી પુરવઠાની લાઈનો જામી ગઈ છે. આ સમય દરમિયાન, મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના પણ સૌથી વધુ છે, ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થાય છે. નોંધપાત્ર રીતે, 31 જાન્યુઆરીએ 'ચિલ્લઇ કલા' સમાપ્ત થયા પછી, 20-દિવસીય 'ચિલ્લઇ-ખુર્દ' અને પછી 10-દિવસીય 'ચિલ્લઇ બચા' તબક્કો શરૂ થાય છે.