Smartphone Tips: મોબાઈલના સ્લો ચાર્જિગથી તમે પણ છો પરેશાન? તો ના કરો આ ભૂલ

|

Jul 19, 2022 | 8:10 PM

Smartphone Tips and Tricks: સ્માર્ટફોન દરેકના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આજે અમે તમને કેટલીક ઉપયોગી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

1 / 5
સ્માર્ટફોન દરેકના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે.આજના યુગમાં ઘરે બેઠા મોબાઈલ દ્વારા અનેક કામો કરવામાં આવે છે. આજની દોડધામવાળા જીવનમાં દરેક વ્યક્તિને સારો સ્માર્ટફોન જોઈએ છે. તમે પણ ફાસ્ટ ચાર્જિંગ ફોન ખરીદ્યો હતો પરંતુ હવે તમારો ફોન સ્લો ચાર્જ થઈ રહ્યો છે અને તમે આનાથી ખૂબ ચિંતિત છો? જો તમારો જવાબ હા છે, તો આજે અમે તમને કેટલીક ઉપયોગી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

2 / 5
આ ભૂલ આજે જ બંધ કરોઃ ઘણીવાર લોકો ફોનને ચાર્જ કર્યા પછી પણ તેનો ઉપયોગ કરતા રહે છે, જો તમે પણ આવી ભૂલ કરો છો તો તેની સીધી અસર તમારી ચાર્જિંગ સ્પીડ પર જોવા મળે છે. એટલું જ નહીં ફોનમાં વિસ્ફોટ થવાની સંભાવના પણ વધી જાય છે, કારણ કે ફોનને ચાર્જ પર મૂક્યા પછી અને તેનો ઉપયોગ કરવાથી ફોનમાં વધુ ગરમી ઉત્પન્ન થઈ શકે છે.

3 / 5
આ મોડનો ઉપયોગ કરોઃ જો તમને લાગે છે કે તમારો ફોન પણ ધીમો ચાર્જ થઈ રહ્યો છે, તો ફોનને એરપ્લેન મોડ પર મૂકો. આમ કરવાથી તમારા ફોનમાંથી તમામ કનેક્શન્સ તૂટી જશે અને તમારો ફોન ઝડપથી ચાર્જ થવા લાગશે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ફોનને એરપ્લેન મોડ પર મૂક્યા પછી તમે ફોનમાં નેટ, કોલિંગ વગેરેનો ઉપયોગ કરી શકશો નહીં.

4 / 5
આ આદતથી ચાર્જિંગની સ્પીડ નહીં, બેટરી પણ બગડશે : મોટાભાગના લોકો એવી ભૂલ કરતા હોય છે કે રાત્રે સૂતી વખતે આપણે ફોનને ચાર્જિંગ પર છોડી દઈએ છીએ કે સવારે ઉઠીએ ત્યારે ફોન ફુલ ચાર્જ થઈ જાય છે, તેનાથી બેટરી બગડી શકે છે. એટલા માટે જો તમે પણ આવી ભૂલ કરો છો તો આજે જ બંધ કરી દો.

5 / 5
આ વિકલ્પો બંધ કરો: જો ફોન ચાર્જિંગ પર હોય પરંતુ ફોન ધીમેથી ચાર્જ થઈ રહ્યો હોય, તો ખાતરી કરો કે તમારા ફોનમાં જીપીએસ અને બ્લૂટૂથ જેવા વિકલ્પો બંધ છે. જ્યારે આ વિકલ્પો ચાલુ હોય, ત્યારે ફોન ધીરે ધીરે ચાર્જ થાય છે. વિકલ્પો બંધ કરીને, તમે ફેરફારો જાતે જોઈ શકશો.

Next Photo Gallery