
વરસાદની મોસમ દરમિયાન, તમારે તમારું એર કંડિશનર 26 ડિગ્રીથી 28 ડિગ્રી વચ્ચે ચલાવવું જોઈએ. જો તમે આ ટેમ્પરેચરમાં AC ચલાવશો તો તમારા રૂમમાં ઠંડક રહેશે અને રૂમમાં ભેજ નહીં રહે.

ઘણીવાર એવું જોવા મળે છે કે રૂમ ઠંડો થયા પછી એર કંડિશનર રિમોટ વડે જ બંધ કરી દેવામાં આવે છે. પરંતુ તમારે આવી ભૂલ ન કરવી જોઈએ. વરસાદની મોસમમાં લાઈટ અનેક વાર આવે અને જાય છે.

એટલું જ નહીં, આ સિઝનમાં લાઈટની વધઘટ પણ વધુ હોય છે. જો તમે સ્વીચ બોર્ડ પરથી AC ચાલુ રાખો છો, તો પાવરની વધઘટ તમારા ACને નુકસાન પહોંચાડી શકે છે.