તમારું સ્લો-મોશન અને જૂનામાં જૂનું Laptop પણ ચાલશે સુપરફાસ્ટ, ફોલો કરો આ ટ્રિક
લેપટોપમાં કોઈ સમસ્યા નથી પરંતુ તેના પ્રોસેસિંગનો સમય ધીમો થઈ રહ્યો છે. આનો અર્થ એ નથી કે તમારે નવું લેપટોપ ખરીદવાની જરૂર છે. તેના બદલે, તેનો અર્થ એ છે કે તમારે તમારા લેપટોપમાં થોડી સફાઈ અને અપગ્રેડ કરવાની જરૂર છે.
1 / 9
જો તમે લાંબા સમયથી લેપટોપનો ઉપયોગ કરી રહ્યા છો તો લેપટોપની સ્પીડને લઈને તમે પણ ક્યારેક પરેશાનીનો સામનો કરવો પડ્યો હશે. ત્યારે આજે અમે તમારી આ જ પરેશાનીને દૂર કરવા કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારા લેપટોપની સ્પીડ વધી શકે છે. એક સારુ ગેજેટ હોવાને કારણે લેપટોપ તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. આજે અમે તમને કેટલીક સરળ ટ્રિક જણાવીશું જેની મદદથી તમારુ જૂનામાં જૂનું લેપટોપ પણ સુપર ફાસ્ટ કામ કરવા લાગશે. (ફોટો ક્રેડિટ-Getty Image)
2 / 9
નકામા પ્રોગ્રામ્સ બંધ કરો : ઘણી વખત લેપટોપમાં એક સાથે ઘણા પ્રોગ્રામ્સ ચાલે છે, જેના કારણે સિસ્ટમ પર લોડ વધી જાય છે. ટાસ્ક મેનેજર ખોલો અને તમને જરૂર ન હોય તેવા પ્રોગ્રામ્સ બંધ કરો.(ફોટો ક્રેડિટ-Getty Image)
3 / 9
સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ મેનેજ કરો : જ્યારે પણ લેપટોપ ઓન થાય છે ત્યારે ઘણા પ્રોગ્રામ્સ ઓટોમેટીક સ્ટાર્ટ થઈ જાય છે જે લેપટોપની સ્પીડને ધીમી કરી શકે છે. તમે ટાસ્ક મેનેજર પર જઈને સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સને અક્ષમ કરી શકો છો.(ફોટો ક્રેડિટ-Getty Image)
4 / 9
કેશ અને ટેમ્પ ફાઇલ મેનેજ કરો : વિવિધ એપ્લિકેશનો અને બ્રાઉઝિંગ દરમિયાન, લેપટોપમાં ઘણી બધી કેશ અને ટેમ્પ ફાઇલો એકઠી થાય છે, જે વધારે સ્પેશ લે છે અને સિસ્ટમને ધીમું કરે છે. ડિસ્ક ક્લીનઅપ ટૂલનો ઉપયોગ કરીને આ ફાઇલોને કાઢી નાખો.(ફોટો ક્રેડિટ-Getty Image)
5 / 9
એન્ટીવાયરસ સ્કેન ચલાવો : ક્યારેક વાયરસ અને માલવેર પણ લેપટોપની સ્પીડને અસર કરે છે. તમારી સિસ્ટમ પર નિયમિતપણે એન્ટીવાયરસ સ્કેન ચલાવો અને કોઈપણ સંભવિત જોખમોને દૂર કરો.(ફોટો ક્રેડિટ-Getty Image)
6 / 9
રેમ અપગ્રેડ કરો : જો તમારું લેપટોપ જૂનું છે અને તમે ઘણી બધી એપ્સનો ઉપયોગ કરો છો, તો તમારી રેમને અપગ્રેડ કરવાનું વિચારો. વધુ રેમ રાખવાથી મલ્ટીટાસ્કીંગ દરમિયાન સિસ્ટમની ગતિમાં સુધારો થાય છે. (ફોટો ક્રેડિટ-Social Media)
7 / 9
ડિફ્રેગમેન્ટ હાર્ડ ડ્રાઈવ : લેપટોપ હાર્ડ ડ્રાઈવો સમય સમય પર ડિફ્રેગમેન્ટ થવી જોઈએ. આનાથી ડેટાની ઍક્સેસ ઝડપી બને છે અને સિસ્ટમ સરળતાથી ચાલે છે.(ફોટો ક્રેડિટ-Social Media)
8 / 9
SSD નો ઉપયોગ કરો : જો તમારું લેપટોપ હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (HDD) પર ચાલે છે, તો તમે સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD) પર સ્વિચ કરી શકો છો. SSD ઝડપથી ડેટા એક્સેસ કરે છે, જે લેપટોપના એકંદર પ્રદર્શનને સુધારે છે.(ફોટો ક્રેડિટ-Social Media)
9 / 9
બ્રાઉઝર એક્સ્ટેન્શન્સ દૂર કરો :જો તમારો ઈન્ટરનેટ બ્રાઉઝિંગનો અનુભવ ધીમો છે, તો બ્રાઉઝરમાં ઈન્સ્ટોલ કરેલા એક્સ્ટેંશનને દૂર કરો અથવા બંધ કરો. આ એક્સટેન્શન્સ લેપટોપની મેમરીનો ઉપયોગ કરે છે, જે લેપટોપની સ્પીડને અસર કરી શકે છે.(ફોટો ક્રેડિટ-Social Media)