Skoda Kushaq facelift 2026: નવી ‘Skoda Kushaq’ ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ; મસાજ સીટ્સ અને 8-સ્પીડ ગિયરબોક્સ સાથે બદલાઈ ગયો આખો લુક

Skoda Auto India એ ભારતીય રસ્તાઓ પર રાજ કરવા માટે તેની લોકપ્રિય SUV કુશાકનું 2026 ફેસલિફ્ટ મોડેલ ઉતારી દીધું છે. સેગમેન્ટમાં પહેલીવાર મળતા હાઈ-ટેક ફીચર્સ હવે ક્રેટા અને સેલ્ટોસ જેવી દિગ્ગજ કારોને જોરદાર ટક્કર આપશે. શું છે આ કારમાં ખાસ? વાંચો આ ખાસ રિપોર્ટ...

| Updated on: Mar 22, 2026 | 9:14 PM
1 / 6
સ્કોડાએ પોતાની પ્રીમિયમ SUV કુશાકને નવા અવતારમાં રજૂ કરીને ઓટો માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. કંપનીએ તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત ₹10.69 લાખ રાખી છે, જે ટોપ મોડેલ માટે ₹18.99 લાખ સુધી જાય છે. રસપ્રદ વાત એ છે કે, જૂના મોડેલની સરખામણીએ કિંમતમાં માત્ર ₹3,000 નો જ વધારો થયો છે.

2 / 6
એક્સટિરિયર ડિઝાઇન: પહેલા કરતા વધુ આકર્ષક- નવી કુશાક હવે વધુ બોલ્ડ લુકમાં જોવા મળશે: (01) ફ્રન્ટ લુક: નવી પહોળી ગ્રીલ, નવા બમ્પર અને આધુનિક LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. પ્રીમિયમ વેરિએન્ટમાં ગ્રીલની અંદર ઇનબિલ્ટ લાઇટબાર પણ મળે છે. (02) સાઈડ અને રિયર: કારમાં નવા ડિઝાઇનના એલોય વ્હીલ્સ અને પાછળની તરફ નવી લાઇટબાર સ્ટાઇલ વાળી ટેલલેમ્પ્સ કારને સ્પોર્ટી લુક આપે છે.

3 / 6
ઇન્ટિરિયર અને હાઈ-ટેક ફીચર્સ: કારની અંદર પગ મૂકતા જ તમને લક્ઝરીનો અહેસાસ થશે. સ્કોડાએ આ વખતે મુસાફરોની સુવિધા પર ખાસ ધ્યાન આપ્યું છે: (01) સેગમેન્ટ ફર્સ્ટ ફીચર: આ સેગમેન્ટમાં પહેલીવાર પાછળની સીટો પર મસાજ સીટ્સ આપવામાં આવી છે. (02) ડિજિટલ દુનિયા: 10.25-ઇંચનું નવું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને AI વોઇસ આસિસ્ટન્ટ સાથે 10.1-ઇંચની મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે. (03)પાનરોમિક સનરૂફ: હવે કારમાં મોટું પાનરોમિક સનરૂફ અને સાઉન્ડ સિસ્ટમમાં સબવૂફરની સુવિધા પણ ઉમેરવામાં આવી છે.

4 / 6
એન્જિન અને પાવરફુલ 8-સ્પીડ ગિયરબોક્સ- કારના મિકેનિકલ પાર્ટમાં સૌથી મોટો ફેરફાર તેના ટ્રાન્સમિશનમાં છે: (01)નવું ગિયરબોક્સ: 1.0-લિટર TSI એન્જિનમાં હવે જૂના 6-સ્પીડને બદલે નવું 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળશે. (02) માઈલેજ: કંપનીનો દાવો છે કે 1.0-લિટર મેન્યુઅલ 19.66 kmpl અને નવું 8-સ્પીડ ઓટોમેટિક વેરિએન્ટ 19.09 kmpl ની શાનદાર માઈલેજ આપશે. (03)એન્જિન ઓપ્શન: કારમાં 1.0-લિટર અને 1.5-લિટર TSI પેટ્રોલ એન્જિનના વિકલ્પો યથાવત રાખવામાં આવ્યા છે.

5 / 6
કોની સાથે થશે ટક્કર? : ભારતીય બજારમાં નવી કુશાક ફેસલિફ્ટનો સીધો મુકાબલો હ્યુન્ડાઈ ક્રેટા, મારુતિ ગ્રાન્ડ વિટારા, કિયા સેલ્ટોસ, ટોયોટા હાઈરાઈડર અને હોન્ડા એલિવેટ જેવી લોકપ્રિય કારો સાથે થશે.

6 / 6
જો તમે ₹11 લાખની આસપાસના બજેટમાં એક સુરક્ષિત, લક્ઝુરિયસ અને પાવરફુલ SUV શોધી રહ્યા હોવ, તો નવી સ્કોડા કુશાક તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.