Skin Care: તમે ખીલની સમસ્યાથી છો પરેશાન તો આ ખોરાકનું સેવન કરવાથી સમસ્યા દૂર થશે

|

Feb 26, 2022 | 4:50 PM

ત્વચા પરના ખીલને બ્યુટી રૂટીન સિવાય ડાયટ દ્વારા પણ દૂર કરી શકાય છે. અમે તમને એવા ખાદ્યપદાર્થો વિશે માહિતી આપીએ છીએ કે જેનું સેવન કરવાથી ત્વચાને સ્વસ્થ રાખવા ઉપરાંત ગ્લોઈંગ પણ બનાવી શકાય છે.

1 / 5
નારિયેળ પાણી: તજજ્ઞોના મતે, જંગ ફુડ ખાવાથી પેટની સમસ્યાઓ વધવા લાગે છે અને તેની અસર ચહેરા પર ખીલ કે પિમ્પલ્સના રૂપમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં પેટને સ્વસ્થ રાખવા માટે રોજ નારિયેળ પાણીનું સેવન કરો. સાથે જ તેમાં એવા મિનરલ્સ હોય છે, જે પિમ્પલ્સને ત્વચાથી દૂર રાખે છે.

2 / 5
ગાજર: તેમાં ઘણા એવા પોષક તત્વો હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો ગાજરનું શાક બનાવી, તેની સ્મૂધી કે સલાડના રૂપમાં ઘરે ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી તમે સ્વસ્થ પણ રહેશો.

3 / 5
કાકડીઃ કાકડીના સેવનથી ત્વચા પરની શુષ્કતા દૂર કરી શકાય છે. કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે અને તેનું રોજ સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. જો ત્વચા હાઇડ્રેટેડ રહેશે તો ખીલ સહિતની ઘણી સમસ્યાઓ આપણને પરેશાન કરતી નથી.

4 / 5
લીંબુઃ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે શરીરમાં વિટામિન સીની માત્રા સારી હોવી જોઈએ. તમે લીંબુ દ્વારા વિટામિન સીની ઉણપને દૂર કરી શકો છો, લીંબુ ત્વચા પરના પિમ્પલ્સને દૂર કરે છે, સાથે જ તેને ગ્લોઈંગ પણ બનાવી શકાય છે.

5 / 5
મસૂરની દાળ: વિટામિન અને પ્રોટીનથી ભરપૂર મસુરની દાળથી માત્ર શરીર જ નહીં, ત્વચાનુ સ્વાસ્થ્ય પણ સુધારી શકાય છે. અઠવાડિયામાં બે વાર દાળનું સેવન કરવું જોઈએ, જો કે તે વધારે મસાલેદાર ન હોવી જોઈએ.

Next Photo Gallery