કાકડી છાલ ઉતારીને ખાવી કે છાલ સાથે ? જાણો સ્વાસ્થ્ય માટે શું વધારે ફાયદાકારક

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ કાકડીની માંગ અચાનક વધી જાય છે. આવી સ્થિતિમાં, લોકોના મનમાં ઘણીવાર એક પ્રશ્ન ઉભો થાય છે કે કાકડીની છાલ કાઢલી કે તેને છાલ કાઢ્યા વગર જ ખાવીજો તમે પણ આ અંગે મૂંઝવણમાં છો, તો ચાલો જવાબ શોધીએ

| Updated on: May 08, 2025 | 12:37 PM
4 / 11
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ કાકડી (Cucumber)ની માંગ અચાનક વધી જાય છે. સલાડની પ્લેટ હોય કે રાયતુ સાથે કાકડી હોય છે. આવી સ્થિતિમાં, લોકોના મનમાં ઘણીવાર એક પ્રશ્ન ઉભો થાય છે કે કાકડીની છાલ કાઢલી કે તેને છાલ કાઢ્યા વગર જ ખાવી(Should You Peel Cucumber ?) જો તમે પણ આ અંગે મૂંઝવણમાં છો, તો ચાલો જવાબ શોધીએ.

5 / 11
કાકડીની છાલ ક્યારેક કડવી લાગે છે, પરંતુ છાલનો ભાગ છે જે પોષક તત્વોથી ભરપૂર છે. કાકડીની છાલમાં ફાઇબર, વિટામિન K, એન્ટીઑકિસડન્ટ અને સિલિકા ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માટે અત્યંત ફાયદાકારક છે.

6 / 11
ઘણા લોકો કાકડીની છાલ કાઢે છે કારણ કે તેની છાલ ક્યારેક કડવી અથવા કડક હોય છે. આ ઉપરાંત, એક મુખ્ય કારણ ખેતીમાં વપરાતા જંતુનાશકો છે, જે ફળો અને શાકભાજીની ઉપરની સપાટી પર રહે છે.

7 / 11
આ ડરને કારણે, લોકો રસાયણોથી બચવા માટે છાલ કાઢી નાખવી વધુ સારું માને છે, પરંતુ જો કાકડીને ઠંડા પાણીમાં સારી રીતે ધોઈને થોડું મીઠું અથવા ખાવાનો સોડા લગાવીને સાફ કરવામાં આવે તો છાલ ખાવા માટે સંપૂર્ણપણે સલામત બની શકે છે.

8 / 11
જ્યારે તમે કાકડીની છાલ કાઢો છો, ત્યારે તેના ઘણા જરૂરી પોષક તત્વો પણ નીકળી જાય છે. ફક્ત અંદરનો ભાગ ખાવાથી, તમને ફક્ત પાણી અને થોડી માત્રામાં ફાઇબર મળે છે, પરંતુ તમને છાલના બધા ફાયદા મળતા નથી.

9 / 11
જો તમે ઓર્ગેનિક કાકડી ખરીદી રહ્યા છો અથવા તેને બરાબર ધોઈ રહ્યા છો,તો તેને છાલ સાથે ખાઓ. આનાથી તમને વધુ પોષણ મળશે એટલું જ નહીં, પણ તમારા પાચન અને ત્વચા બંનેને પણ ફાયદો થશે.

10 / 11
જોકે, જો કાકડીનો સ્વાદ ખૂબ કડવો હોય અથવા તમને તેની સ્વચ્છતા વિશે ખાતરી ન હોય, તો તમે છાલ કાઢી શકો છો .જો ઘરમાં નાના બાળકો કે વૃદ્ધ લોકો હોય જેમના દાંત નબળા હોય, તો કાકડીની છાલ થોડી કઠણ લાગી શકે છે. આવા કિસ્સામાં, તમે તેમને થોડું છોલીને અથવા બારીક કાપીને ખવડાવી શકો છો, પરંતુ શક્ય તેટલો પોષક તત્વોથી ભરપૂર ભાગ રાખવાનો પ્રયાસ કરો.

11 / 11
યાદ રાખો, કાકડીને છોલવી કે નહીં - તે સંપૂર્ણપણે તમારી પસંદગી અને સફાઈની પદ્ધતિ પર આધાર રાખે છે, પરંતુ જો તમે કાકડીમાંથી સંપૂર્ણ પોષણ મેળવવા માંગતા હો અને તમારા સ્વાસ્થ્યને સો ટકા ફાયદો મેળવવા માંગતા હો, તો આગલી વખતે કાકડી ખાતી વખતે તેને સારી રીતે ધોઈ લો અને તેને છોલ્યા વિના ખાઓ.