
નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં વધુ વધારો શક્ય છે. બેંક ઓફ અમેરિકાને અપેક્ષા છે કે આગામી બે વર્ષમાં COMEX પર સોનું $3,500 પ્રતિ ઔંસ સુધી પહોંચશે, જ્યારે ગોલ્ડમેન સૈક્સ 2025 ના અંત સુધીમાં $3,300 નો અંદાજ લગાવે છે. સોનાને ઇક્વિટી, બોન્ડ અને કરન્સી માર્કેટમાં વેચવાલીથી પણ ટેકો મળ્યો છે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે સોનાની વધુ પડતી ખરીદી કરવામાં આવી છે, જેથી સુધારાની શક્યતા ઊભી કરી રહી છે.

મોર્નિંગસ્ટાર માને છે કે આગામી વર્ષોમાં સોનાના ભાવમાં લગભગ 40%નો ઘટાડો થઈ શકે છે. મોર્નિંગસ્ટારના મતે, સોનાના પુરવઠામાં વધારો થવાથી કિંમતોમાં ઘટાડો થઈ શકે છે કારણ કે માંગમાં વધારો થશે નહીં.

માઈનિંગની વધતી નફાકારકતાને કારણે ઉત્પાદન અને રિસાયક્લિંગ બંનેમાં વધારો થયો છે. ઉપરાંત, કેન્દ્રીય બેંકો પણ સોનાની ખરીદી ઘટાડી શકે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રોકાણકારોના રસમાં ઘટાડો થઈ શકે છે કારણ કે આર્થિક ચિંતાઓ સામાન્ય રીતે ટૂંકા ગાળાની અસરો ધરાવે છે.

જ્યારે કેટલાક એક્સપર્ટે મોર્નિંગસ્ટારના અહેવાલને ફગાવી દેતા કહ્યું કે સોનામાં 40% ઘટાડો ત્યારે જ શક્ય છે જ્યારે વેપાર યુદ્ધ, ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાનો અંત આવે, જે હાલમાં એવું કઈ જ દેખાય રહ્યું નથી. LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, 7 એપ્રિલ, 2025થી સોનામાં 8%નો વધારો થયો છે, અને બજારમાં સેન્ટિમેન્ટ તેજીનું રહ્યું છે. જોકે, રોકાણકારો હજુ પણ સાવધ છે અને વૈશ્વિક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જેના કારણે અસ્થિરતા ચાલુ રહી શકે છે.
Published On - 4:43 pm, Fri, 18 April 25