
કેન્દ્ર સરકારને પર્યાવરણની બિલકુલ ચિંતા ના હોય તે સરકાર ના જવાબમાં પ્રતીત થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022-2023માં સૌથી વધુ 6 પ્રદૂષિત નદીને શૂન્ય રૂપિયા આપી જાણે ગુજરાતના પર્યાવરણને તમાચો માર્યો હોય તેવું લાગે છે. ગુજરાતની નદીઓને માતા ગણીને પૂજન કરવા વાળા ગુજરાતીઓએ જાગૃત થઈ અને નદીઓને પૂર્ણજીવિત અને શુદ્ધ નીર માટે તૈયારી કરવી પડશે. સરકાર ઘેરી નિંદ્રામાં છે તે દેખાઈ આવે છે. ન્યાયતંત્રના વારંવાર ઠપકા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વારંવાર નદીઓ ના પ્રદુષણ ઉપર અનેક રિપોર્ટ આવ્યા છતાં ઉદાસીન સરકાર, પર્યાવરણ નું નખ્ખોદ કાઢવા જઈ રહી છે.

રાષ્ટ્રીય નદી પુનરુદ્ધાર યોજના હેઠળ નદીઓના પ્રદુષણને ઘટાડવામાં આવે તે બદલ વિત્તિય સહાય આપવામાં આવે છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું.
Published On - 6:54 pm, Fri, 7 April 23