
જ્યારે મૌલાનાએ ફઝલપુરની મોટી મસ્જિદમાં નિકાહ પઢવાનું શરૂ કર્યું, ત્યારે અઝીમને ખબર પડી કે તેના લગ્ન મન્તાશા સાથે નહીં પણ તેની વિધવા માતા તાહિરા સાથે થઈ રહ્યા છે, જે તેના કરતા 25 વર્ષ મોટી હતી. જ્યારે અઝીમે વિરોધ કર્યો, ત્યારે આરોપ છે કે તેના ભાઈ નદીમ, ભાભી શાયદાને પરિવારના અન્ય સભ્યોએ તેને માર માર્યો અને ધમકી આપી કે જો તે કોઈને ફરિયાદ કરશે તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવામાં આવશે.

યુવકે આરોપ લગાવ્યો કે ત્યારથી તેને સતત હેરાન કરવામાં આવી રહ્યો હતો અને તેને ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે . અઝીમ કહે છે કે તે ન્યાય ઇચ્છે છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઉચ્ચ અધિકારીઓએ સંબંધિત પોલીસ સ્ટેશનને તપાસ કરીને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
Published On - 4:52 pm, Thu, 17 April 25