
ઉદ્વવ ઠાકરેની શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે હિંગોલીના કલમપુરીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. આદિત્ય ઠાકરે રાહુલ ગાંધીની સાથે પદયાત્રા કરતા જોવા મળ્યા હતા.

આદિત્ય ઠાકરે સાથે પાર્ટીના અન્ય નેતાઓ પણ આ યાત્રામાં જોડાયા હતા.

આજે ભારત જોડો યાત્રાનો 65મો દિવસ હતો. રાહુલ અને આદિત્ય પદયાત્રા સમયે લોકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.

રસ્તામાં બન્ને તરફ ઉભેલા લોકોએ યાત્રાના સમર્થનમાં અને પૂર્વ સૈન્ય કર્મચારીઓ માટે 'વન રેન્ક, વન પેન્શન' લાગુ કરવાની માંગ કરતા જોવા મળ્યા.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની આ ભારત જોડો યાત્રાનો મહારાષ્ટ્રમાં પાંચમો દિવસ હતો.