
એક જૂથ તરીકે, KOWA કંપની લિમિટેડ ફાર્માસ્યુટિકલ્સ, તબીબી સાધનો અને ઊર્જા બચત ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં રોકાયેલ છે.

આ ઉપરાંત તે ટેક્સટાઈલ, મશીનરી અને કન્સ્ટ્રક્શન મટીરીયલના વ્યવસાય ઉપરાંત જુદા જુદા વ્યવસાયમાં પણ જોડાયેલ છે.

અદાણી એન્ટરપ્રાઇઝના શેરની વાત કરીએ તો બજાર બંધ થયા બાદ તેની કિંમત 2519 રૂપિયા હતી. આજે શેરમાં 0.38 ટકાનો વધારો નોંધાયો છે. પોઈન્ટ્સની વાત કરીએ તો આ સ્ટોક 9.50 પોઈન્ટ વધીને બંધ થયો છે.

અદાણી ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 11 ટ્રિલિયન સુધી પહોંચ્યું કારણ કે કંપનીઓએ OCCRPની ચિંતાઓને અવગણી હતી. હિન્ડેનબર્ગના અહેવાલે માર્ચથી અત્યાર સુધીમાં માર્કેટ કેપમાં રૂ. 8 ટ્રિલિયનથી વધુનો ઘટાડો કર્યા બાદ જૂથના શેરનું બજાર મૂલ્ય લગભગ રૂ. 5 ટ્રિલિયન વધ્યું છે.