
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને હજુ સુધી બોલિવૂડમાં એન્ટ્રી કરી નથી, પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી છે.

સોશિયલ મીડિયા પર અવારનવાર સુહાનાની તસવીરો વાયરલ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર પણ સુહાનાના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

હવે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ વ્હાઈટ સાડીમાં સુહાનાના ફોટા શેર કર્યા છે, આ સાડી તેણે ડિઝાઈન કરી છે.ફોટામાં સુહાના ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ પહેલા મનીષે લાલ સાડીમાં સુહાનાના ફોટા શેર કર્યા હતા, જે ખૂબ વાયરલ થયા હતા.

સુહાના ટૂંકસમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.રિપોર્ટ્સ અનુસાર, સુહાના ઝોયા અખ્તરની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.