સોમવારે કેવું રહેશે બજાર? : નિષ્ણાતના જણાવ્યા અનુસાર સોમવારે ભારતીય શેરબજાર તદ્દન અસ્થિર રહી શકે છે. નિફ્ટી 200 SMA ના મહત્વના ઝોનની નીચે સરકી ગયો છે, તેથી આગામી સંભવિત સપોર્ટ તાજેતરના સ્વિંગ લોની આસપાસ, 23,200 થી 23,100 ની નજીક જોઈ શકાય છે. જો તે તૂટશે તો નિફ્ટી 22,800 તરફ જવાની શક્યતા રહેશે. સાપ્તાહિક ચાર્ટ પર મજબૂત બેરિશ કેન્ડલ ચોક્કસપણે ટર્નઅરાઉન્ડ ચાલ દર્શાવે છે. જ્યાં સુધી રેજિસ્ટેન્ટની વાત છે ત્યાં સુધી 23,800 થી 24,000 સુધી ઈન્ટરમીડિએટ હર્ડલ તરીકે જોઈ શકાય છે. આ પછી 24,150 થી 24,300 ની વચ્ચે રેઝિસ્ટન્સ જોવા મળશે.