
ઈન્વેસ્ટર્સ ગેઈનના અહેવાલ મુજબ આજે ગ્રે માર્કેટમાં કંપનીનો આઈપીઓ રૂ.150ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે રોકાણકારોના દૃષ્ટિકોણથી સારા સમાચાર છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી GMPમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

આ એક ફાર્મા કંપની છે. કંપની વિવિધ પ્રકારની દવાઓ બનાવે છે. હાલમાં, સેનોરસ ફાર્માસ્યુટિકલ્સ યુએસ, કેનેડા, યુકેના બજારોમાં હાજર છે. તમને જણાવી દઈએ કે, 30 સપ્ટેમ્બર, 2024 સુધીના ડેટા અનુસાર, કંપની પાસે કુલ 55 પ્રોડક્ટ્સ છે.
