સીમા હૈદરના નકલી દસ્તાવેજો બનાવનારા બે ભાઈઓની UP ATSએ કરી અટકાયત, બુલંદશહેરમાં ચલાવતા હતા જનસેવા કેન્દ્ર

|

Jul 24, 2023 | 9:56 AM

Seema Haider Sachin Meena : પાકિસ્તાનથી પોતાના 4 બાળકોને લઈને ભારત આવનાર પાકિસ્તાની મહિલા સીમ હૈદરના મામલે રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલમાં સીમા હૈદર કેસમાં 2 ભાઈઓની યુપી એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

1 / 5
યુપી એટીએસ, પાકિસ્તાનથી ભારત આવેલા સીમા હૈદર મામલે સતત તપાસ કરી રહી છે. યુપી એટીએસે રવિવારે ઉત્તર પ્રદેશના બુલંદનગર જિલ્લાથી 2 ભાઈઓની ધરપકડ કરી છે.

2 / 5
ATSએ પુષ્પેન્દ્ર મીણા અને પવન મીણા નામના 2 ભાઈઓની ધરપકડ કરી છે. તેઓ અહમદગઢમાં જન સેવા કેન્દ્ર ચલાવતા હતા. આ બંને ભાઈઓ પર આરોપ છે કે તેમણે સીમા હૈદર અને સચિન મીણાના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજ સાથે છેડછાડ કરી છે.

3 / 5
મળતી માહિતી અનુસાર, દસ્તાવેજમાં ફેરફાર માટે સચિન અને સીમા તેમની પાસે ગયા હતા. થોડા રુપિયા માટે બંનેએ દસ્તાવેજોમાં ફેરફાર કર્યા હતા. હાલ બંને ભાઈઓની અટકાયત કરવામાં આવી છે.

4 / 5
આ બંને ભાઈઓની ધરપકડ માટે 4 અધિકારીઓ સાદા કપડામાં આવ્યા હતા. બંનેની ધરપકડ જન સેવા કેન્દ્રમાં જ કરવામાં આવી હતી.

5 / 5
જન સેવા કેન્દ્રની બાજુના દુકાનદાર સોમવીરે જણાવ્યુ કે, તે સમયે અહીં 2 ગાડી આવી, જેમાંથી 4 લોકો જન સેવા કેન્દ્રમાં બેઠેલા બંને ભાઈઓને પકડીને લઈ ગયા. થોડી વાતચીત બાદ તેઓ પિસ્ટલ બતાવીને બંને ભાઈઓ અને કોમ્પયૂટર લઈ ગયા હતા.

Next Photo Gallery