
Regional Jets કે જે નાના વિમાન હોય છે આ ટૂંકા અંતરની યાત્રા માટે બનાવાય છે અને તેમાં 100થી ઓછા લોકો બેસી શકે છે. જે સેકેન્ડ હેન્ડમાં રુ 8 કરોડથી લઈને 40 કરોડ રુપિયામાં મળી રહ્યા છે. જેમાં Bombardier Q400 અને Embraer E175 જેવા એરોપ્લેન છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

Narrow-Body Jets એટલે કે નાના અને કોમર્શિયલ વિમાન કે જેમાં 100થી 200 લોકો બેસી શકે તેવા વિમાનની સેકેન્ડ હેન્ડમાં કિંમત રુ 40 કરોડથી લઈને 240 કરોડ રુપિયા સુધી હોય છે. જેમાં Used Boeing 737s અને Airbus A320s વિમાન આવે છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

Wide-Body એરક્રાફ્ટ જે એક વિશાળ એરલાઇનર્સ છે. આ એરક્રાફ્ટ લાંબા અંતરની ઉડાન માટે ડિઝાઇન કરવામાં આવે છે અને ઘણા મુસાફરો અને માલસામાનને એકસાથે એક દેશથી બીજા દેશ લઈ જઈ શકે છે આ વિમાનની સેકેન્ડ હેન્ડમાં કિંમત રુ 160 કરોડથી 880 કરોડ રુપિયા છે. જેમાં Boeing 777 અને Airbus A330 જેવા વિમાનનો સમાવેશ થાય છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

ભારતમાં ઘણા સ્રોતોથી તમે સેકેન્ડ હેન્ડ વિમાન ખરીદી શકો છો. જેમ કે એવિએશન બ્રોકર્સ, ઓનલાઈન માર્કેટપ્લેસ, એવિએશન ઓક્શન, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરર્સ, એરપોર્ટ અને એફબીઓ (ફિક્સ્ડ બેઝ ઓપરેટર્સ) પરથી આસાનીથી તમે એપ્લાય કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)