Gujarati News Photo gallery Screams piles of dead bodies see painful pictures of Coromandel train accident odisha coromandel express
Coromandel Train Accident: ચીસો, મૃતદેહોના ઢગલા, જુઓ કોરોમંડલ ટ્રેન અકસ્માતની દર્દનાક તસવીરો
આ અકસ્માતમાં સમાચાર લખાય ત્યાં સુધી 233 લોકોના મોત થયા હતા જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઓડિશાના બે લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે
1 / 6
ઓડિશામાં શુક્રવારે સાંજે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. બાલાસોરની કોરોમંડલ એક્સપ્રેસ (Coromandel Train Accident)અકસ્માતનો ભોગ બની હતી. તેના ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. લોહીથી લથપથ મૃતદેહો વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા.
2 / 6
આ અકસ્માતમાં સમાચાર લખાય ત્યાં સુધી 233 લોકોના મોત થયા હતા જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઓડિશાના બે લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે.
3 / 6
દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. NDRFની અનેક ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, જે બચાવ કાર્યમાં લાગેલી છે. બચાવ કાર્યમાં મદદ માટે એરફોર્સના જવાનો પણ આગળ આવ્યા છે. અનેક મૃતદેહો મળી આવ્યા છે.
4 / 6
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ દુર્ઘટના કેમ અને કેવી રીતે થઈ તે શોધવું જરૂરી છે.
5 / 6
Odisha Train Accident: UNGA expressed grief over train accident in Balasore, said- Saddened to hear the news of train accident
6 / 6
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કયો કોચ કઈ ટ્રેનનો છે તે જાણવું મુશ્કેલ જણાય છે. ટ્રેનની અંદર દરેક ખૂણામાં મુસાફરોનો સામાન વેરવિખેર પડેલો છે. મળતી માહિતી મુજબ, આ દર્દનાક દુર્ઘટના ત્રણ ટ્રેનની ટક્કરના કારણે બની છે.