
કચ્છ જિલ્લામાં અનેક સ્થળે વીજપોલ ધરાશાયી થઇ ગયા છે. સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો છે.

કચ્છમાં તારાજી બાદ NDRFની ટીમે બચાવ કામગીરી શરુ કરી છે. રસ્તાઓ અવરજવર માટે યથાવત કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

જમીનદોસ્ત થયેલા વૃક્ષોને કાપવાનું શરુ કર્યું છે. NDRF બટાલિયન 6ની ટીમ દ્વારા કામગીરી કરાઇ રહી છે. નખત્રાણાના મોટા ધાવડા નજીક વૃક્ષો કાપવામાં આવ્યા છે.
Published On - 11:06 am, Fri, 16 June 23