Sagar Solanki |
Apr 20, 2024 | 9:21 PM
જ્યારે તમે બહારની કાળઝાળ ગરમીમાંથી ઘરમાં પ્રવેશો છો, ત્યારે તમે સૌથી પહેલા કૂલર, AC અથવા પંખો ચાલુ કરો છો. જેથી શરીરને આરામ મળે છે. એટલું જ નહીં રાત્રે સૂવા માટે રૂમ પણ ઠંડો કરો છો.
આ તમામ બાબતો વીજળીની કિંમતમાં વધારો કરે છે. જેના કારણે મહિનાના અંતે વીજળીનું બિલ ખિસ્સા પર ભારે પડી જાય છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં કેટલાક જુગાડ આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી વીજળીનો વપરાશ ઓછો થઈ શકે છે.
તમારા ઘરની બારીઓ પર જાડા પડદા અથવા બ્લાઇંડ્સ લગાવો જેથી સૂર્યના કિરણો સીધા ઘરમાં ન આવે, તેનાથી તમારું ઘર ઠંડું રહેશે અને ગરમીથી રાહત મળશે.
ઘરમાં ક્રોસ વેન્ટિલેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આના કારણે ઘર ખૂબ ઠંડુ રહે છે. તેનાથી ઘરમાં તાજી હવા આવશે. આ એક ખૂબ જ સરળ અને કુદરતી પદ્ધતિ છે.
ગરમીથી બચવા માટે ઇન્ડોર પ્લાન્ટ્સ રાખો. તેનાથી ઘર પણ ઠંડુ રહે છે. ગરમીથી રાહત મેળવવાની આ એક કુદરતી રીત છે. તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
ગરમીથી બચવા માટે ઘરમાં લાઇટ રંગના પડદા લગાવો. આ તમારા ઘરને ઠંડુ રાખવામાં મદદ કરશે.
જો તમે ઘરમાં Incandescent બલ્બ લગાવ્યા છે, તો તેને બદલી CFL અને LED બલ્બ લગાવો, કારણ કે આ રૂમને ઠંડુ રાખવામાં મદદરૂપ થશે.
આ હેક ખૂબ જ સરળ અને અસરકારક છે. ફક્ત તમારા ટેબલ ફેનની સામે એક ઊંડા બાઉલમાં બરફના ટુકડા મૂકો. પછી જુઓ તમારો રૂમ કેવી રીતે ઠંડો થાય છે. પણ હા, આ હેક મોટા રૂમ માટે નથી પરંતુ નાના રૂમમાં ફાયદાકારક રહેશે.