સંત અને શુરાની પાવન ધરા સૌરાષ્ટ્ર, નેશનલ ગેમ્સ ખેલાડીઓના આતિથ્ય માટે યાદગાર બની રહેશે

|

Oct 03, 2022 | 8:40 PM

National Games 2022: દેશમાં 36માં નેશનલ ગેમ્સની મેજબાની હાલમાં ગુજરાતને મળી છે. ત્યારે અમદાવાદ, સુરત સહિત રાજકોટમાં પણ આ રમતોનું આયોજન કરવામાં આવ્યુ છે. ખેલાડીઓના આતિથ્ય માટે રાજકોટ શહેર હાલ તૈયાર છે. ખેલાડીઓનો આ નેશનલ ગેમ્સનો રાજકોટનો અનુભવ યાદગાર રહે તે માટેની તૈયારી થઈ ચૂકી છે.

1 / 5
રાજકોટ શહેરમાં પણ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. હોકી અને સ્વિમિંગની વિવિધ સ્પર્ધાઓ અહીં રમાવામાં આવનાર છે. નેશનલ ગેમ્સ અંતર્ગત વોટર પોલોની પણ રમત રમવાની છે. જેમાં અંદાજિત 250 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારે તેમણે રાજકોટ વિશે પોતાના હ્દયમાં રહેલી વાત શેયર કરી હતી.

2 / 5
દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી ટીમોમાં 'ગોડ્સ ઓવ્ન કન્ટ્રી' એટલે કે 'ભગવાનના દેશ' ગણાતા કેરળમાંથી પણ ટીમ આવી છે. જેના કેપ્ટન આદર્શ વી. એસ. ત્રિરૂવનંતપુરમના રહેવાસી છે. તેઓ છેલ્લા 14 વર્ષથી વોટર પોલો ગેમ રમે છે.

3 / 5
નેશનલ ગેમમાં તેમણે 9 ગોલ્ડ મેડલ તથા 5 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમજ નેશનલ ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ તથા 1 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. આ વખતે તેઓ ચોથી નેશનલ ગેમ રમી રહ્યા છે.

4 / 5
કેપ્ટન આદર્શ વી.એસ.એ જણાવ્યું હતું કે તેઓ ચોથી વાર રાજકોટના આંગણે મહેમાન બન્યા છે અને રાજકોટનું આ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ મારા માટે ખૂબ જ લક્કી રહ્યું છે કારણ કે છેલ્લા 18 વર્ષમાં 4 મેચમાં 18 ગોલનો હાઈયેસ્ટ રેકોર્ડ હતો, જે અમે 2016માં 4 મેચમાં  22 ગોલ કરીને એ રેકોર્ડ રાજકોટ ખાતે જ તોડ્યો હતો. રાજકોટ છેલ્લા સાત - આઠ વર્ષમાં ઘણું વિકસિત થયું છે. જેનાથી તમારું રાજકોટ ખરેખર રંગીલું લાગી રહ્યું છે. તેમજ અહીં અમને રહેવા જમવાની શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવામાં આવી છે. અમારી ટીમ દાળ-ભાત, શાક, રોટલી, પુરી, પાપડની લિજ્જત માણી રહી છે. રાજકોટનું ભોજન ખૂબ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે. સૌથી અગત્યની વાત ગુજરાત સરકારે અમને પૂરી પાડેલી હોસ્પિટાલિટી ખૂબ જ ચડિયાતી છે.

5 / 5
મણીપુર એક્વેટિક ટીમના મેનેજર લેનીન હીરોમએ જણાવ્યુ હતુ કે રાજકોટમાં અમને ઈન્ટરનેશનલ લેવલની ટ્રીટમેન્ટ અને રમતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. અમારી વોટર પોલોની ટીમમાં 13 પુરુષ અને 13 મહિલાની ટીમ, સ્વિમિંગ સ્પર્ધામાં 4 મેલ અને 4 ફિમેલની બે ટીમ તેમજ ડાઈવિંગ સ્પર્ધામાં 1 મેલ તેમજ 6 લોકોના સ્ટાફ સાથે અમે અહીં આવ્યા છીએ. સમય મળતાં અમે રાજકોટની આજુબાજુના વિસ્તારમાં ચોક્કસ મુલાકાત લઈશુ. ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેવાની અમારી તીવ્ર ઈચ્છા છે. સમય મળશે તો ગુજરાતના ફેમસ ગરબા જોવા અમારી ટીમ અચૂક જશે.

Next Photo Gallery