
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ તેમના મોટા પ્રશંસક રહ્યા છે. સત્યેન્દ્ર નાથ બોઝે 1920માં જર્મન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ક્વોન્ટમ મિકેનિક્સનું ફોર્મ્યુલેશન મોકલ્યું હતું. જેમણે તેમની સિદ્ધિને ઓળખી અને પ્રશંસા કરી.તેમણે આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે નજીકથી કામ કર્યું અને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી.

સત્યેન્દ્ર નાથ બોઝને 'ફાધર ઓફ ગોડ પાર્ટિકલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગોડ પાર્ટિકલને 'હિગ્સ બોસોન' કહેવામાં આવે છે. આમાં 'હિગ્સ'નું નામ બ્રિટિશ વૈજ્ઞાનિક પીટર હિગ્સના નામ પરથી રાખવામાં આવ્યું હતું. 'બોઝોન'નું નામ સત્યેન્દ્ર નાથ બોઝના નામ પરથી રાખવામાં આવ્યું હતું.1954માં ભારત સરકારે તેમને તેમની સિદ્ધિઓ માટે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા.