
સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય હેન્ડલુમ એક્સ્પો પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ સુરતની તાસીર છે કે કોઈપણ ઇવેન્ટને સફળ બનાવે છે. સાડી વોકથોનમાં 15000થી વધુ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને સાડી પરીધાન કરીને આવેલી મહિલાઓમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સાડી વોકેથોનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ દર્શનાબેન, જરદોશ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ હાજરી આપી હતી. મહત્વનું એ હતું કે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલી બોઘાવાલા પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

ઘરકામમાં વ્યસ્ત ગૃહિણીઓને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવાના અને ઘરમાં રસોડાથી બહાર લાવવાના મુખ્ય હેતુ સાથે સાડી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ પોગ્રામમાં અલગ અલગ 15 રાજ્યોની 50-50 મહિલાઓના ગ્રુપ દ્વારા વોકેથોનના પ્રારંભ પૂર્વે પોતાના રાજ્યના પહેરવેશમાં રેમ્પ વોક પણ કર્યું હતું.