
ચમકદાર અને સ્વચ્છ ત્વચા માટે અભિનેત્રી હર્બલ ઘટકોમાંથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરે છે. અભિનેત્રી તેના ચહેરા પર હળદર, એલોવેરા, દહીં અને ચણાનો લોટ જેવી વસ્તુઓની પેસ્ટ લગાવે છે. તેનાથી ત્વચાના રોમછિદ્રો સાફ રહે છે. ત્વચા ચમકદાર અને સ્વસ્થ રહે છે.

અભિનેત્રીના મતે હાઇડ્રેશન ખૂબ જ જરૂરી છે. હાઈડ્રેટેડ ત્વચા માટે પાણી પીતા રહેવું જોઈએ. સમય-સમય પર પાણી પીવાથી તમારા શરીરમાંથી ઝેર દૂર થાય છે. આ તમારી ત્વચામાં કુદરતી ચમક લાવે છે.