
પટૌડી પેલેસનું નિર્માણ 1900માં શરૂ થયું હતું. તે બ્રિટિશ આર્કિટેક્ટ રોબર્ટ ટોર રસેલ અને ઓસ્ટ્રેલિયન આર્કિટેક્ટ કાર્લ મોલ્ટ્ઝ વોન હેઈન્ઝ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

આ આલીશાન મહેલમાં 1-2 નહિ પરંતુ 150 રૂમ છે. તેમાં 7 બેડરૂમ, 7 ડ્રેસિંગ રૂમ અને 7 બિલિયર્ડ રૂમ પણ સામેલ છે. ડ્રોઈંગ રૂમ અને ડાઈનિંગ રૂમની સુંદરતા પણ જોવા જેવી છે.

આ પેલેસમાં શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. તાંડવ સીરિઝ, વીર ઝારા અને એનિમલ જેવી ઘણી ફિલ્મો પણ શૂટ કરવામાં આવ્યું છે. સૈફે પોતે કહ્યું હતું કે તેનો મહેલ ખૂબ જ રોયલ છે. અહીં જે પણ ઊભા હશે તે શાહી દેખાશે.

તૈમુર અલી ખાનની પહેલી બર્થડે પાર્ટી હોય કે કરીનાનો બર્થડે, આખો પરિવાર આ પેલેસમાં સાથે સમય વિતાવે છે.

પટૌડી પેલેસની ઘણી તસવીરો સામે આવી છે. દરેક તસવીરમાં ઘરનો દરેક ખૂણો ખૂબ જ સુંદર લાગે છે. સૈફ-કરીનાએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તસવીરો શેર કરી છે.
Published On - 3:26 pm, Thu, 16 January 25