
વાળ ખરતા અટકાવે : આપણામાંથી ઘણા લોકોના વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. કેસરના પાણીનું નિયમિત સેવન કરવાથી વાળ ખરતા અટકાવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે વાળ ખરતા અટકાવે છે. અને વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. તે વાળનો ગ્રોથ થવામાં મદદ કરે છે.

કેસરનું પાણી આ રીતે તૈયાર કરો : કેસરના 5 થી 7 ધાગા લો અને તેને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ બીજા દિવસ સવારે તે પાણીને ઉકાળી દરરોજ સવારે ખાલી પેટ આ પાણી પીવો.