
Small, Mid અને Large Cap મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપરાંત વ્યક્તિ Flexi-cap Fundsમાં પણ રોકાણ કરી શકાય છે. આ એક એવો વિકલ્પ છે જેમાં કંપનીના માર્કેટ કેપનું શેરમાં રોકાણ કરવામાં આવે છે. તમે કોઈપણ મુશ્કેલી વિના ફ્લેક્સી કેપ ફંડ્સમાં રોકાણ કરી શકો છો.

FundsIndiaનો નવો રિપોર્ટ છેલ્લા 20 વર્ષમાં ફ્લેક્સી-કેપ ફંડ્સમાં રોકાણ દર્શાવે છે. આ 20 વર્ષમાં આ ફંડ્સે 30-34 ગણું વળતર આપ્યું છે.

Aditya Birla Sun Life Flexi Cap Fund, Franklin India Flexi Cap Fund અને HDFC Flexi Cap ફંડે 20 વર્ષમાં અનુક્રમે 31.4 ગણું, 32 ગણું અને 34.3 ગણું વળતર આપ્યું છે.

Flexi Capની સરખામણીમાં, Franklin India બ્લુચીપ અને HDFC ટોપ 100 ફંડ જેવા લાર્જ કેપ ફંડ્સે 20 વર્ષમાં 21 ગણું અને 29 ગણું વળતર આપ્યું છે.

Franklin India પ્રાઈમા ફંડ અને નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડે 35 ગણું અને 51 ગણું વળતર આપ્યું છે. ફ્લેક્સી કેપમાં રોકાણ બજાર પર આધારિત છે. જો બજાર સારું હશે તો વળતર પણ સારું રહેશે, પરંતુ જો નકારાત્મક હશે તો વળતર ઓછું હોઈ શકે છે. (નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)
Published On - 1:20 pm, Sat, 21 October 23