TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi
Mar 04, 2022 | 6:30 PM
રશિયન સેના યુક્રેન પર સતત બોમ્બનો વરસાદ કરી રહી છે.છતા પણ રશિયન રાષ્ટ્રપતિ યુક્રેનના સૈનિકો અને ત્યાંના લોકોનું મનોબળ તોડવામાં નિષ્ફળ રહ્યા છે.
યુક્રેન પર રશિયાના આક્રમણના નવમા દિવસે પણ પુતિન રાજધાની કિવને કબજે કરી શક્યા નથી.બીજી તરફ યુક્રેનનો દાવો છે કે 9000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે.
આટલું જ નહીં,યુક્રેનનો એવો પણ દાવો છે કે તેણે 33 રશિયન એરક્રાફ્ટ, 37 હેલિકોપ્ટર અને 251 ટેન્ક સહિત મોટી સંખ્યામાં હથિયારોનો નાશ કર્યો છે.
પુતિનની સેનાએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર પણ કબજો કરી લીધો છે. ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશ્વનો 9મો સૌથી મોટો પ્લાન્ટ છે.
યુક્રેનની સેના રશિયાના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે.મળતી માહિતી મુજબ રશિયન સૈનિકોને હાલ બંધક બનાવવામાં આવી રહ્યા છે.
જોકે,રશિયાની સાથે યુક્રેન બીજા 'દુશ્મન'નો પણ સામનો કરી રહ્યું છે. અહીં ઘણી જગ્યાએ સખત શિયાળો છે. લુહાન્સ્ક પ્રદેશમાં તાપમાન માઈનસ 9 ડિગ્રી થઈ ગયું છે. ભારે હિમવર્ષામાં પણ યુક્રેનની સેના યુદ્ધના મેદાનમાં ઊભી છે.