
રશિયન મીડિયાને યુટ્યુબ પર તેમના સમાચાર પ્રસારિત કરવાની તક ન આપવા બદલ રશિયન કોર્ટે ગુગલને ઠપકો આપ્યો છે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, આ સમગ્ર મામલામાં ઘણા તૃતીય પક્ષ પીડિતો છે. તેમાં ટીવી ચેનલો ઝવેઝદા, ચેનલ વન, વીજીટીઆરકે (ટીવી ચેનલ્સ રશિયા 1, રશિયા 24, વગેરે), સંસદીય ટેલિવિઝન, મોસ્કો મીડિયા, ટીવી સેન્ટર, એનટીવી, જીપીએમ એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન, રશિયાનું પબ્લિક ટેલિવિઝન, ટીવી ચેનલ 360, ટીઆરકે પીટર્સબર્ગ, ઓર્થોડોક્સ ટેલિવિઝન ફાઉન્ડેશન, નેશનલ સ્પોર્ટ્સ ટીવી ચેનલ, ટેક્નોલોજિકલ કંપની સેન્ટર અને આઈપી સિમોનિયન એમ.એસ. જે યુટ્યુબ પર પોતાની ચેનલ રજૂ કરી રહ્યા હતા.

રશિયન કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે જો અમેરિકન કંપની ગુગલ 9 મહિનાની અંદર રશિયન કાયદાનું પાલન નહીં કરે તો તેના પર દરરોજ 1 લાખ રુબેલ્સનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ દર અઠવાડિયે બમણી થશે અને દંડની રકમ પર કોઈ મર્યાદા રહેશે નહીં. સપ્ટેમ્બર સુધીમાં દંડની રકમ વધીને રૂ. 13 ડેસીલિયન થઈ ગઈ હતી.