
આ નિયમ મુંબઈમાં MSRDC હેઠળના પ્રવેશ સ્થળો જેમ કે દહિસર, મુલુંડ પશ્ચિમ, મુલુંડ પૂર્વ, ઐરોલી અને વાશી પર લાગુ થશે. આ ઉપરાંત 1 એપ્રિલથી બાંદ્રા-વરલી સી લિંક, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અને અન્ય મુખ્ય એક્સપ્રેસ વે પર પણ FASTag ચુકવણી ફરજિયાત બનશે.

FASTag શું છે?: FASTag એ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જે વાહન પર લગાવવામાં આવે છે. ટોલ પ્લાઝા પર પહોંચતાની સાથે જ તે લિંક કરેલા એકાઉન્ટમાંથી ટોલ ફી આપમેળે કાપી લે છે, જેથી વાહન માલિકને ટોલ માટે રોકાવાની જરૂર ન પડે.
Published On - 3:05 pm, Sun, 16 March 25