
ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ- વર્ષ 2020માં જ્યારે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે પણ રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાં રમ્યો ન હતો. તે પ્રવાસમાં તે T20I શ્રેણીમાં રમ્યો હતો અને ભારતની 5-0થી જીતના હીરોમાંનો એક હતો. પરંતુ છેલ્લી T20 મેચમાં તેના ડાબા પગના સ્નાયુમાં ખેંચ આવી હતી.

આ પછી તે વનડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ભારતને વનડેમાં 3-0થી અને ટેસ્ટમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ- ટીમ ઈન્ડિયા નવેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં તે ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચ રમવાનો હતો.

રોહિત શર્માને IPL 2020માં હેમસ્ટ્રિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે રોહિત ટી-20 અને વનડે સિરીઝમાં રમી શક્યો ન હતો. આ સાથે જ ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ પણ બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે સિડની ટેસ્ટમાંથી પુનરાગમન કર્યું હતું. તેણે તેમાં ફિફ્ટી લગાવી હતી. આ સાથે જ તેણે બ્રિસબેન ટેસ્ટમાં પણ શાનદાર ઇનિંગ રમી હતી.

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ- ભારતીય ટીમ હવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. અહીં રોહિતની ટેસ્ટ ટીમમાં પસંદગી થઈ હતી. પરંતુ હવે તે હેમસ્ટ્રિંગના કારણે બહાર હતો. માનવામાં આવે છે કે તે વનડે શ્રેણીમાં રમી શકે છે. આ રીતે છેલ્લા બે વર્ષમાં આ ત્રીજો પ્રવાસ છે જ્યાંથી રોહિત બહાર થયો છે.
Published On - 3:31 pm, Thu, 16 December 21