
IVF ટ્રીટમેન્ટનો ખર્ચ લગભગ 5 લાખ રુપિયા થાય છે. તેથી જ લાંબા સમયથી તેના બદલે કોઈ સસ્તી ટ્રીટમેન્ટ શોધવામાં આવી રહી હતી. જેથી ઓછા ખર્ચમાં મધ્યમ વર્ગના કપલ પણ મા-બાપ બની શકે.

સ્પેનની મેડિકલ સંસ્થામાં આ કામ એક પ્રયોગ તરીકે જ કરવામાં આવ્યો હતો. તે પહેલા 12 વાર તેના માટેની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. ત્યાર બાદ એક જરુરીયાતમંદ મહિલાને આ તકેનિકની મદદથી માતા બનાવવામાં આવી.